Sunday 17 June 2012

ધોરણ - ૯ અંતર્ગત માહિતી અને પર્સેન્ટાઈલ રેન્ક

ધોરણ - ૯ અંતર્ગત માહિતી અને પર્સેન્ટાઈલ રેન્ક

 પર્સેન્ટાઈલ રેન્ક શોધવા માટેની એક્સેલ સીટ 

ધોરણ - ૯ સર્વગ્રાહી શિક્ષણ અંતર્ગત સરળ પત્રકો ( સતનામ પટેલ )






ધોરણ - ૯ SCE અંતર્ગત પત્રકો

ધોરણ - 9 પ્રથમ સેમેસ્ટર પરીક્ષા પરિણામ પત્રક નમૂનો  

ધોરણ - ૯ (SCE)પ્રથમસત્ર પરીક્ષા - ડેટાસીટ અને માર્કશીટ નમૂનો

ધોરણ ૯ ગણિત નમૂનાનું પ્રશ્નપત્ર ( બાબુભાઈ પટેલ ) 

ધોરણ ૯ વિજ્ઞાન નમુનાનું પ્રશ્નપત્ર (બાબુભાઈ પટેલ )

ધોરણ - 9 અભ્યાસક્રમ- પ્રશ્નપત્ર પરિરૂપ - આયોજન અને વર્ગ બઢતીના નિયમો

ધોરણ ૯ થી ૧૨ સળંગ એકમ સુધારાવાળો પરિપત્ર ( ૦૯-૦૫-૨૦૧૧) page 1

ધોરણ ૯ થી ૧૨ સળંગ એકમ સુધારાવાળો પરિપત્ર ( ૦૯-૦૫-૨૦૧૧) page 2

ધોરણ ૯ ગણિત અભ્યાસક્રમ અને પ્રશ્નપત્ર પરિરૂપ

ધોરણ ૯ વિજ્ઞાન અભ્યાસક્રમ અને પ્રશ્નપત્ર પરિરૂપ

શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન ( SCE in Standard 9 )

પર્સન્ટાઈલ રેન્ક વિશે વધુ જાણો

પર્સેંન્ટાઈલ રેન્ક શોધવાની રીત ( PR in EXCEL )

ધોરણ ૯ થી ૧૨ સળંગ એકમ પરિપત્ર ( ૨૭-૦૪-૨૦૧૧)

Saturday 16 June 2012

શિક્ષક સજ્જતા કસોટી - શિક્ષક ટીએ - ડીએ પરિપત્ર


શિક્ષક સજ્જતા કસોટી - શિક્ષક ટીએ - ડીએ પરિપત્ર  


હમણાં રજાની મોસમમાં એક શિક્ષક મિત્રને મળવાનું થયું. શિક્ષક મિત્ર માધ્યમિક શાળામાં નોકરી કરે છે. મે કહ્યું - મજામાં છે ને . જવાબ મળ્યો - અરે- યાર  માનસિક ઠાકી ગયો છું. મે કહ્યું કેમ. તો કહે છે કે શાળામાંથી ગણિત વિજ્ઞાનનો વર્કલોડ થતો નથી તેથી ફાજલ થાઉ છું. મે કહ્યું કે એમાં વાંધો છું છે. તો કહે કે હું પોતે સમજુ છુ કે મારા વિષયનો વર્કલોડ નથી તેથી મને જ ફાજલ કરવો જોઈએ. અને હુ જ ફાજલ થાઉ પરંતુ અધિકારી એમ કહે છે કે તમારા ત્યાં રેશિયાના નિયમ મુજબ શિક્ષક સંખ્યા સરખી છે. તેથી તમે ફાજલ ન જ થઈ શકો. મને ખબર છે કે ભાષાના શિક્ષકની ઘટ છે અને ગણિતના શિક્ષકની વધ છે તો ગણિતનો શિક્ષક ફાજલ થાય અને ભાષાના ફાજલ શિક્ષકનો સમાવેશ થાય તો  વિદ્યાર્થીઓને વિષયનો શિક્ષક મળી રહે. અને શિક્ષક પોતાના વિષયમાં વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય આપે શકે. પરંતુ હાસ્યાસ્પદ વાત એ છે કે અધિકારી કહે છે કે તમે ગણિત - વિજ્ઞાનના શિક્ષકો ભાષા ભણાવી શકો. પ્રશ્ન એ છે કે અહી તો ગણિતનો શિક્ષક ભાષા ભણાવી શકે ( ભાષાના શિક્ષક જેવું તો નહિ જ )  પરંતુ કોઈ જગ્યાએ ભાષાનો શિક્ષક આ રીતે ગણિત ભણાવી શક્શે ? વ્યાયામનો શિક્ષક ત્રિકોણમિતીના દાખલા ગણાવી શક્શે ? સમાજનો શિક્ષક વિદ્યાર્થીઓને યુક્લિડની ભૂમિતી અને ભાગવિધિના દાખલા ગણાવી શક્શે  ?શું ભાષા શિક્ષક વિદ્યાર્થીને યોગ્ય ન્યાય આપી શક્શે? અને જો બધાજ શિક્ષકો બધાજ વિષયો ભણાવી શક્તા હોય તો જાહેરાતમાં  ચોક્કસ વિષયના શિક્ષકનો આગ્રહ કેમ રાખવામાં આવે છે. એકબાજુ ગુણવત્તાયુક્ત વિષય શિક્ષણની જ્યારે વાતો થતી હોય ત્યારે ભાષાનો શિક્ષક ગણિત કે ગણિતનો શિક્ષક ભાષા ભણાવે તો વિદ્યાર્થીમાં કેટલી ગુણવત્તા આવશે તે તો સમજી શકાય તેમ છે. 
સરળતાથી સમજી શકાય તેમ છે કે જે તે વિષયના શિક્ષકની ઘટ હોય તે વિષયનો જ શિક્ષક આપવો જોઈએ નહિ કે રેશિયા પ્રમાણે ફક્ત માથાની ગણતરી થવી જોઈએ.
 

છઠ્ઠા પગાર પંચનો ચોથો હપ્તો (૨૦ %) રોકડમાં ચૂકવવા બાબતનો પરિપત્ર

છઠ્ઠા પગાર પંચનો ચોથો હપ્તો (૨૦ %) રોકડમાં ચૂકવવા બાબતનો પરિપત્ર 
કોઇ પણ સત્તાધીશ દ્વારા તેની સત્તાનો લાભ (પૈસા કે ભેટ) મેળવવા દુરુપયોગ કરવો તેને ભ્રષ્ટાચાર કહેવાય છે. સરકારી કાર્ય ખોટી રીતે કે યોગ્ય સમય કરતાં પહેલાં કે લાયકાત વગર કરી આપી, તેના બદલામાં મેળવેલ પૈસા કે ભેટને લાંચ કહેવાય છે. ભ્રષ્ટાચાર નામની ઉધઈએ દેશને તો ખોખલો કર્યો છે. આજે શિક્ષણના ક્ષેત્રને પણ ભ્રષ્ટાચાર આંબી ગયો છે.જાણવા મળ્યું કે સી.સી.સી પરીક્ષા પાસ કરવા માટે વિવિધ આઈ.ટી.આઈ માં ૩૫૦૦ થી ૪૫૦૦ નો ભાવ ચાલે છે. સી.સી.સી પરીક્ષા પાસ કરવા માટે કર્મચારીઓ દ્વારાજ કર્મચારીઓ પાસેથી રૂપિયા ખંખેરવામાં આવે છે.સરકારી લાભો મેળવવા માટે શિક્ષકો કે અન્ય કર્મચારીઓ કમ્પ્યૂટર ન આવડતું હોવા છતાં લેભાગું સી.સી.સી પરીક્ષા પાસ કરી આપતા દલાલો સાથે સોદા કરતા અચકાતા નથી. તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવાની વાતો કરતા કે શાળામાં આદર્શ નિતીની વાતો કરનારા શિક્ષકોજ સી.સી.સી પાસ કરી આપતા દલાલો સાથે સોદા કરી મૂછોમાં હસતા હોય છે. આવા દલાલોનો ધંધો ધમધોકાર ચલાવવામાં શું આપણે જવાબદાર નથી ? આવા દલાલોના કારણે મુખ્ય નુક્શાન તો એવા લોકોને થાય છે કે જેઓ કમ્પ્યૂટર સારી રીતે જાણે છે અને તૈયારી કરીને પરીક્ષા આપવા જાય છે પરંતુ આર્થિક ૩૫૦૦ થી ૪૫૦૦ રૂપિયાનો વ્યવહાર ન થયો હોયતો નાપાસ કરવામાં આવે છે. શિક્ષિત સમાજ દ્વારા જ ચલાવાતી આ બદીને મિત્રો આપણે જડમૂળથી ઉખેડવાની જરૂર છે. આજથી જ સી.સી.સી ની પરીક્ષા માટે આયોજનપૂર્વક તૈયારી કરી કોઈ સોદા વિના પરીક્ષા આપવાની તૈયારી કરીએ.
વધુમાં જણાવતાં આનંદ થાય છે કે સરકારે બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તથા ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના નવા કેન્દ્રોને પણ માન્યતા આપેલી છે તેના દ્વારા પાસ કરેલી પરીક્ષા પણ માન્ય છે જ. આવા કેન્દ્રો દ્વારા સોદા લાંચ થતી નથી તેવું મારુ માનવું છે. આ સાથે માન્ય કેદ્રોની યાદી દર્શાવતો પરિપત્ર સામેલ છે.